બાય...બાય...2020
એણે આપણને શું દિશાસંકેત આપ્યો ?
- પરિવર્તન એ જ જીવન છે.સંઘર્ષ એ જ પડકાર છે.
- આપણું જીવન બહુ જ અમૂલ્ય છે તેનું જતન કરો.
- શરીર મોટી તાકાત છે તેનું જતન કરો.
- માનસિક તાકાત વધારશો તો કશું જ મુશ્કેલ નથી.
- આપણું ઘર, કુટુંબ અને મિત્રો જ આપણી સૌથી મોટી તાકાત છે.
- વડીલો, બાળકોને સાચવો, તેમને પ્રેમ કરો.
- માનવતા આપણી મૂડી છેે,એકબીજાને મદદ કરો.
- એકતાથી ગમે તેવા સંકટને હરાવી શકાય છે.
- જીવનના દરેક તબક્કામાં સારા આરોગ્ય માટે સ્વચ્છતા અત્યંત જરૂરી છે.
- પર્યાવરણની રક્ષા કરો અને પ્રકૃતિ તરફ પાછાં વળો.
- ભારતીય પરંપરા જેવી કે આયુર્વેદ, યોગ, કસરત, ધ્યાન,નિસર્ગોપચાર તરફ પાછાં વળો, તેને અપનાવો.
- જીવનનાં મૂલ્યો તરફ પાછાં વળો અને જીવનમાં તેને સ્થાન આપો. તે આપણને સંઘર્ષમાં ટકાવી રાખે છે.
- ડિજિટલ માધ્યમોના પોઝિટિવ ઉપયોગથી પણ સંકટોમાં ટકી શકાય છે અને જીવનનો વિકાસ સાધી શકાય છે.
- સંકટની ઘડીમાં પણ એકતા, સહાનુભૂતિ, સહકાર્ય અને પરસ્પરના અવલંબનના સ્વીકાર દ્વારા ટકી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ટકી રહી શકાય છે.
- સૌથી પાયાનું મહત્ત્વ છે ઇશ્વર પરની અખૂટ શ્રદ્ધા. મનની સાચી તાકાત છે ઇશ્વર પરની અખૂટ શ્રદ્ધા. સંકટની ઘડીમાં વિશ્વના એકેએક માનવીને ઇશ્વરની આ તાકાતનો પરિચય થયો છે.
એક આખો યુગ બદલાઈ રહ્યો છે. એક સાત્વિક, આધ્યાત્મિક યુગ તરફ આપણે આગળ વધી રહ્યા છે. આપણે આપણાં મૂળિયાં સાથે જોડાવા જઈ રહ્યાં છીએ.તો બસ, આ નવા યુગને વધાવવા આપણે આટલું કરીએઃ-
સ્વીકાર કરીએ.
સંયુક્ત પરિવારનું મહત્ત્વ સમજીએ.
વૃદ્ધો-વડીલોને હૂંફ આપીએ.
બાળકોને સારા સંસ્કારો આપીએ.
નવી શિક્ષણનીતિનું મહ્ત્ત્વ સમજીએ.
પ્રકૃતિને પ્રેમ કરીએ અને જતન કરીએ.
વધુ ને વધુ પ્રાકૃતિક ખોરાક, સારવારનો
આપણા જીવનમાં સ્વીકાર કરીએ.
ટૂંકમાં, આ યુગ ફરી એક વાર સાદું જીવન અને ઉચ્ચ વિચાર તરફ આગળ વધી રહ્યો છે. ડિજિટલ માધ્યમોનો વધુને વધુ પોઝિટીવ ઉપયોગ થશે અને તેના દ્વારા જીવનને વધુ શક્તિશાળી અને પોઝિટીવ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. નાનાં-નાનાં ગામોના ઉદ્યોગ-ધંધાઓને અને શિક્ષણને ડિજિટલ માધ્યમો દ્વારા શહેરો સાથે જોડીને ફરી એકવાર ગામોને વેગવંતા બનાવવામાં આવશે. પૈસા કમાવામાં સમગ્ર જીવન ખરચી નાખવાને બદલે મનુષ્ય ફરી પોતાના આરોગ્ય, પોતાનું કુટુંબ, સંબંધો અને આધ્યાત્મિકતાને જીવનમાં વણી લેશે અને વિકાસના માર્ગે આગળ વધશે. અસંખ્ય મુશકેલીઓની વચ્ચે વર્ષ-2020 તરફથી આપણને જે દિશાસૂચનો મળ્યાં છે તે તરફ આપણે સૌ આગળ વધીએ.
વાચકમિત્રો,
આપ સૌને 'પ્રેરણાનાં પારિજાત' તરફથી નવા વર્ષની શુભ કામનાઓ પાઠવું છું. નવી પ્રેરણા અને નવી સિદ્ધિઓ સાથે આપ સૌનું જીવન કલ્યાણમય અને સુખમય બની રહો તેવી શુભેચ્છા.
આપ સૌએ સહકાર આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આગામી વર્ષ દરમિયાન પણ આપ સહુનો સહકાર મળતો રહેશે તેવી આકાંક્ષા સાથે વિરમું છું.