ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."
લેબલ ડિપ્રેશન.. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ડિપ્રેશન.. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

25 નવેમ્બર 2020

ડિપ્રેશનને હરાવો હિંમતથી...કરી લો મુઠ્ઠીમાં...

 ડિપ્રેશનને હરાવો હિંમતથી...કરી લો મુઠ્ઠીમાં...


મને ડિપ્રેશન છે તે કેવી રીતે જાણી શકાય?

તમને ડિપ્રેશન છે તે જાણવા માટે સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે,

ડિપ્રેશન (ઉદાસીનતા, ખિન્નતા, અવસાદ) એટલે શું?


વી હતાશા, નિરાશાની પળો દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવતી જ હોય છે, ભલે એનાં કારણો અલગ-અલગ હોઈ શકે છે. તમારો મૂડ વારંવાર ખરાબ થઈ જતો હોય, વારંવાર હતાશા-નિરાશાની ક્ષણો તમને ઘેરી વળતી હોય અને એવી ક્ષણો દિવસોના દિવસો સુધી ચાલે, ધીરે-ધીરે જીવન ઉત્સાહ,આનંદ વિનાનું લાગવા માંડે, ક્યાંય ગમે નહીં, વ્યક્તિ સૂનમૂન થઈને ઘરના એક ખૂણામાં બેસી રહે કે રૂમમાં પૂરાઈ રહે, ઊંઘ-ભૂખ ઓછાં થઈ જાય, તમારી લાગણીઓ પર તમારો પોતાનો કન્ટ્રોલ ના રહે, ઘડીમાં હસવાનું તો ઘડીમાં રડવાનું બને છે.

આવું વારંવાર બનતું રહે ત્યારે એમ કહેવાય કે તમે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા છો. સમુદ્રમાં ભરતી-ઓટ આવ્યાં કરતાં હોય છે, જ્યારે ઓટ આવે ત્યારે સમુદ્ર ઊંડી ક્ષિતિજમાં ઉતરી જતો લાગે, એ રીતે ડિપ્રેશનમાં તમારો ઉત્સાહ-આનંદ-જૂસ્સાનું લેવલ એકદમ લૉ થઈને તળિયે બેસી જતું હોય છે અને તમે લૉ ફિલ કરો છો. આ છે ડિપ્રેશનની પળો.

ડિપ્રેશનવાળી વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી જોઇએ?


ડિપ્રેશનને હરાવો
નવેમ્બર-2017ની ટેડ ટોકમાં માનસિક આરોગ્ય સલાહકાર બિલ બરનેટ જણાવે છે કે, હું અનેક વર્ષ ડિપ્રેશનમાં રહ્યો. ત્યાર પછી મેં તેના પર અધ્યયન કર્યું. કોઈ અજાણ્યા સાથે ડિપ્રેશન પર વાત કરવું સરળ હોય છે, પરંતુ જ્યારે તમારું કોઈ સ્વજન તેનો ભોગ બને તો તેની સાથે વાત કરવી સરળ નથી હોતી. ડિપ્રેશન, લોકો સાથે જોડાવાની કે વાત કરવાની ઇચ્છા સમાપ્ત નથી કરતું, પરંતુ  જોડાણનો એક તાર તૂટી જાય છે. ડિપ્રેશ વ્યક્તિની આ ક્ષમતા નબળી પડી જાય છે. આથી તેની સાથે વાત કરતા રહો...કેટલીક વાતોનું ધ્યાન રાખીનેઃ-


1.     દબાણ ન બનાવો- 

    ડરો નહીં, વાત શરૂ કરો. આપણે જ્યારે કોઈ કેન્સરગ્રસ્ત દર્દીને એમ નથી કહેતા કે આ બીમારીમાંથી બહાર નીકળો એમ ડિપ્રેશનવાળી વ્યક્તિને પણ ના કહેવાય કારણ કે એ તેના હાથમાં નથી હોતું... 

2. 

    સરળ વાતચીત કરો- ...ડિપ્રેશનમાં રહેલી વ્યક્તિ સાથે અવાજ ધીમો કરવો, દુઃખી મન સાથે વાત કરવાની જરૂર નથી હોતી. સહજતાથી વાત કરો. મારા ડિપ્રેશનના દિવસોમાં મારી એક મિત્ર કહેતી હતી કે, શું હું તને દરરોજ ફોન કરી શકું?’  

    ડિપ્રેશનમાં રહેલી વ્યક્તિની મરજી મહત્ત્વ ધરાવે છે. ડિપ્રેશન પર વાત જ કરવાની જરૂર નથી હોતી, તેને ઘરે બોલાવીને કામ પણ કરાવી શકો છે, તેનાથી તેની અંદર આત્મવિશ્વાસ જાગતો હોય છે."  


માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ દિવસઃ- સમગ્ર વિશ્વમાં દર વર્ષે ઓક્ટોબર મહિનામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે આ દિવસની થયેલી ઉજવણી અંગે જાણો ડૉ. કુમુદ શ્રીવાસ્તવ પાસેથી આ વિડીયોમાં. https://www.facebook.com/docsnearmeofficial/videos/707555186844181/ માનસિક રોગો, ખાસ કરીને ડિપ્રેશનનું આ ધીમું ઝેર એટલી હદે ફેલાઈ ચુક્યું છે કે તેની જાગૃતિ માટે ખાસ એક દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસે લોકો સભાન થાય એટલે માટે એવું કહેવામાં આવે છે કે, "શરીરને સાચવો છો તેમ તમારા મનને પણ સાચવો. બંને એકબીજા વિના અધૂરા છે. ડિપ્રેશન માટે પણ તેના નિષ્ણાત ડૉક્ટરની જરૂર પડે છે.

ડિપ્રેશનને જાણો, ઓળખો અને તરત પગલાં લો

     જ્યારે આપણે ડિપ્રેશનની વાત કરીએ છીએ ત્યારે તેને સંકળાયેલા પ્રશ્નો પણ હોય છે. અહીં પણ ડિપ્રેશનને લગતા કેટલાક પ્રશ્નો આવ્યા છે જેમાં નીચેના મુખ્ય છેઃ-

હ   1. હતાશા અને ડિપ્રેશન વચ્ચેનો તફાવત શું છે? કોઈ એક વ્યક્તિ ત્રણ-ચાર વખત લગ્ન કર્યાં પછી લગ્નના નામને પણ ધિક્કારતી હોય અને તેના તરફ તેને અણગમો આવી ગયો હોય તો તેને શું કહીશું, હતાશા કે ડિપ્રેશન? 
 
     2  ડિપ્રેશન ધરાવતા લોકો સાથેની મૈત્રી હોય તો તેમની લાગણીને ઠેસ ના પહોંચે તે રીતે તેમનાથી દૂર કઈ રીતે જવું?

  

  3. હોલિવુડ-બોલીવુડ ફિલ્મોમાં એવું બતાવવામાં આવતું હોય  છે કે ડિપ્રેશ લોકો માટે અમુક જગ્યાઓ પર વાતચીત-સત્રો ચાલતાં હોય છે, જ્યાં જઈને તેઓ બેસે અને પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં હોય છે. આને માટે કોઈ ચોક્કસ નામ આપવામાં આવ્યું છે?


4. 4.  અંધશ્રદ્ધાભર્યું વલણ  અને ડિપ્રેશન વચ્ચે કોઈ સંબંધ ખરો?

5 5. ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે તાંત્રિકો કે જ્યોતિષીઓ દ્વારા   બતાવવામાં આવતા ઉપચાર( હાથમાં કે ગળામાં સ્ટોન પહેરવા) કેટલાં   ઉપયોગી બને છે?

6. 6. ડિપ્રેશનમાં ગયેલી વ્યક્તિ કેવા સંજોગોમાં આત્મહત્યા તરફ વળે છે  અને  એને માટેનો ઈલાજ શું છે?

7.  7. લોકો મને પાગલ કહેશે અને સમાજમાં મારું નામ ખરાબ થશે તો શું થશે તેવા ભયથી લોકો ઇલાજ કરાવતા ન હોય તો તેમને કઈ રીતે સમજાવી શકાય?

8.  8. ડિપ્રેશનમાં એક નિષ્ણાત ડૉક્ટરની ભૂમિકા કેવી હોવી જોઈએ?

9. 9. લોકડાઉનના સમયમાં ખાસ કરીને નાનાં બાળકો અને કિશોરો   ડિપ્રેશનમાં ન આવી જાય તે માટે શું કરવું જોઈએ?

1    10. ભારતમાં ડિપ્રેશનનો ઈલાજ કરાવવા માટે રજાઓ મળે છે ખરી?


 ડિપ્રેશન અંગેના આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે આજે આપણી વચ્ચે આવ્યા છે પ્રો.ડૉ.અશ્વિનભાઈ જન્સારી. તેઓ અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન-ભવનના પૂર્વ અધ્યક્ષ અને પ્રાધ્યાપક છે. તેઓ આજે પણ મનોવિજ્ઞાન ક્ષેત્રમાં વિવિધ રીતે કાર્યરત છે. તેમને આપણે સાંભળીએઃ--

પ્રો.ડૉ.અશ્વિનભાઈ સાથે ડિપ્રેશન અંગે  વાતચીત   કરી રહેલાં 
લેખિકા અમિતા દવે