મોબાઈલ । હું ને મારો મોબાઈલ । ડિજિટલ ડિવાઇસ ડિસિપ્લિન એટલે શું?
મોબાઈલ એટલે આપણાં હાથનું એક રમકડું. આજકાલ તો એમ જ કહેવું પડે કે આપણે મોબાઈલ સાથે સૌથી વધુ રમીએ છીએ. આપણે આપણી હથેળી એટલે આપણો મોબાઈલ. છે ને કમાલની વાત!!
હું ને મારો મોબાઈલઃ-
બસ, આપણે મોબાઈલમાં એટલાં તો ખોવાઇ જઇએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે;
- કોઈ આપણને યાદ કરે છે.
- કોઈ આપણને મળવા ઝંખે છે.
- કોઇને આપણી ચિંતા થાય છે.
- કોઈ આપણાં પ્રેમનું તરસ્યું છે.
- કોઇને આપણી સેવા, સારવાર, મદદની જરૂર છે.
- કોઇને આપણો સમય જોઈએ છે, આપણી સાથે ગપ્પાં મારવાં છે.
ડિજિટલ ડિવાઇસ ડિસિપ્લિન એટલે શું?
મોબાઇલને બિલકુલ છોડવાનો નથી કારણ કે તે આજની ડિજિટલ દુનિયામાં ખૂબ જરૂરી ડિવાઇસ છે. એટલે જ તેને વાપરવાનો ખરો પરંતુ થોડી ડિસિપ્લિન રાખીને તેનો ઉપયોગ કરીએ તો તેનાથી થતા ગેરફાયદાથી આપણે બચી જઇશું.
આ ડિજિટલ ડિવાઇસ ડિસિપ્લિન વિશે વધુ માહિતી મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો એટલે તમે વધુ માહિતી મેળવી શકશો.
https://youtu.be/VJUYGSJmdJc
આપણા અમૂલ્ય સંબંધોને જરૂર જાળવીએઃ-
ફક્ત મોબાઇલને જ વળગી રહેવાથી સૌથી મોટું નુકસાન થાય છે આપણાં સંબંધોને. આપણે એક સામાજિક વ્યક્તિ છીએ અને હંમેશાં ધ્યાન રાખીએ કે આપણા પરિવાર સાથેના આપણા સંબંધોને કોઈ પણ નુકસાન ન થાય.