ચાલતી પટ્ટી

" જિંદગીમાં જીતની સૌથી સારી તૈયારી એ છે કે આજે સારું કામ કરો.● ‘વિષાદ’ પણ એક યોગ છે. ● એક કામ શરુ કરી લીધા પછી અસફળતાનો ડર ના રાખો, ● અને કામને અધવચ્ચે છોડો પણ નહીં. ● સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા, ● બસ, તે કાંઈક અલગ રીતે કામ કરે છે... ● કોઈ પણ વ્યક્તિ તમને તમારી મરજી વિરુદ્ધ લઘુતાગ્રંથિનો અનુભવ ના કરાવી શકે."

મારા વિશે


હું અમિતા દવે, પ્રેરણાનાં પારિજાતની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું.

આ બ્લોગનો ઉદ્દેશ જીવનની મૂંઝવણભરી પળોમાં માર્ગદર્શન, પ્રેરણા, જુસ્સો અને ઉત્સાહ પૂરો પાડવાનો છે.

અહીં પ્રેરણાનાં એવાં પુષ્પોની વાત છે  જે આપણા જીવનમાં પ્રેરણા, પ્રેમ અને સુગંધનાં ઓજસ પાથરે છે.

પારિજાતનાં પુષ્પો એટલે પ્રેમનાં પુષ્પો, એ છે દેવપુષ્પો. એમ કહેવાય છે કે સમુદ્રમંથન સમયે જે દેવવૃક્ષો નીકળ્યાં તેમાં પારિજાતનું વૃક્ષ પણ હતું, જેને ઇન્દ્ર પોતાની સાથે લઈ ગયા હતા. તેને કૃષ્ણ-કથાની સાથે પણ સાંકળવામાં આવે છે.

આવાં અણમોલ દેવપુષ્પો સમાન અણમોલ પ્રેરણાનાં વચનો દ્વારા વ્યક્તિના જીવનમાં આશાનું એક નવું દ્વાર ખોલી આપતાં આ લખાણો જીવનમાં આવતી સમસ્યાઓ,પ્રશ્નો, મૂંઝવણભરી પળોમાં માર્ગદર્શનરૂપ બની રહેશે તેવી આશા છે.

આજની આ ફાસ્ટ-લાઈફમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં અંતર વધતું જાય છે અને કોઈની પણ પાસે એકબીજાની સાથે વાત કરવાનો પણ સમય નથી રહ્યો, ત્યારે બીજાને માર્ગદર્શનરૂપ તો ક્યાંથી બની શકાય!!એવી પળોમાં વ્યક્તિ એકલી-એકલી મૂંઝાયા કરતી હોય છે અને ક્યારેક દુઃખની,હતાશાની પળોમાં ધીરજ ખૂટી જાય તો ખોટા નિર્ણયો પણ લઈ લેતી હોય છે, જીવનને ટૂંકાવી પણ નાખે છે. આવા સમયે દિલાસાના બે શબ્દો પણ સાંભળવા મળી જાય તો વ્યક્તિને શાંતિ મળી  જતી હોય છે.

પ્રેરણાનાં પારિજાતનાં લખાણોનો હેતુ જ એ છે કે મૂંઝાયેલી પળે વ્યક્તિને માટે પ્રેરણાની એક જ્યોત જલાવીને તેને આશા પૂરી પાડવી. અપેક્ષા છે કે વધુ ને વધુ વાચકો પ્રેરણાનાં પારિજાતસાથે જોડાય અને તેમાંથી પ્રેરણા મેળવે.