'પ્રેરણાનાં પારિજાત' યૂટ્યુબ ચેનલનો શુભારંભ.
'પ્રેરણાનાં પારિજાત'ના સૌ વાચકમિત્રોને લાભપંચમી(જ્ઞાનપંચમી)ની શુભેચ્છાઓ અને અભિનંદન. આગામી સમગ્ર વર્ષ દરમિયાન આપ સૌ જે પણ કાર્ય કરો તેમાં આપને સફળતા પ્રાપ્ત થાઓ એવી શુભેચ્છા. આપના પરિવારજનો સુખશાંતિ પામે તેવી પ્રભુને પ્રાર્થના.
મંગલ પ્રારંભઃ
આજે લાભપંચમી એટલે કે જ્ઞાનપંચમીના શુભ દિવસે 'પ્રેરણાનાંપારિજાત એક નવું સોપાન સર કરે છે.
'પ્રેરણાનાં પારિજાત' નો આજે યૂટ્યુબની ચેનલ તરીકે શુભારંભ કરવામાં આવ્યો છે અને તેનો પ્રથમ એપિસોડ પ્રસ્તુત થયો છે, જેમાં 'પ્રેરણાનાં પારિજાત' ચેનલનાં બે પ્રતીકો વિશે વાત કરવામાં આવી છે. જેના વિશે તમે આજના નીચેના વિડીયોમાં જોઇ શકશો. વિડીયો જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
આજે આટલું જ. ટૂંક સમયમાં જ ફરી મળીશું.અસ્તુ.