શિક્ષણઃ ઓનલાઈન કે ઓફલાઈન, એક મૂંઝવતો પ્રશ્ન
શિક્ષણ એટલે શું?
![[ Photo Credit- Google Image] શિક્ષણ:ઓનલાઇન કે ઓફલાઈન, એક મૂંઝવતો પ્રશ્ન](https://1.bp.blogspot.com/-g1GY0fIujYw/YEyB7TdNkFI/AAAAAAAAIkU/chg8UZ3qkpku2Znh-M42pHPZqxMlOwc6QCLcBGAsYHQ/w640-h422/6634c0e6b45de91c45c516dc6cf57797.jpg)
- શિક્ષણ એટલે પુસ્તકિયું જ્ઞાન?
- શિક્ષણ એટલે ગોખણપટ્ટી?
- શિક્ષણ એટલે ડિગ્રીઓ મેળવવી?
ભણતર એટલે ભણવું, શીખવું, બોલવું, કહેવું. જે ભણતર દ્વારા ડિગ્રીઓ મેળવીને વ્યક્તિ રોટી, કપડાં, મકાન જેવી આવશ્યક જરૂરીયાતો પૂરી કરી શકે છે. ભણતર જરૂરી છે જીવનજરૂરિયાતો પૂરી કરવા માટે.
- શિક્ષણ એટલે કેળવણી, શિસ્ત કેળવવી.
- શિક્ષણ એટલે વિદ્યા. જ્ઞાનની પ્રાપ્તિ.
- શિક્ષણ એટલે ગણતરની પ્રક્રિયા.
શિક્ષણ એટલે વ્યક્તિનું ઘડતર
- શિક્ષણ વ્યક્તિને માનવ બનાવે છે, સંસ્કારી બનાવે છે.
- શિક્ષણ વ્યક્તિને કેળવે છે અને તેનો શારીરિક, માનસિક, સાંવેદનિક, સામાજિક વિકાસ કરે છે. આ સંસ્કાર છે જે તેને દુનિયાદારીના પાઠ ભણાવે છે.
- શિક્ષણ દ્વારા વ્યક્તિનું ઘડતર થાય છે. તેની વિચારશક્તિ, નિર્ણયશક્તિ, કલ્પનાશક્તિ, વિવેકબુદ્ધિ ખીલે છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું,"માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી."શિક્ષણ આપે છેઃ-- જીવન જીવવાની દ્રષ્ટિ.
- શિક્ષણ શિખવાડે છે સ્વાવલંબી બનવાની કલા.
- શિક્ષણ આપે છે નિર્ભયતા. જીવનનાં દુઃખો, મુશ્કેલીઓ સામે સાહસથી સંઘર્ષ કરીને જીવી જવાનું જોશ.
- શિક્ષણ આપે છે ઉમદા સંસ્કારો, ઉમદા ચારિત્ર્ય.
- શિક્ષણ સમજાવે છે માનવ-અવતારનું મહત્ત્વ. સમગ્ર પ્રકારના ભેદભાવ ભૂલીને મનુષ્ય-મનુષ્યના કામમાં આવે અને સમગ્ર વિશ્વના માનવો સાથે બંધુત્વની ભાવના કેળવે.
- શિક્ષણ કે જે મનુષ્યને મુક્તિ અપાવે. 'સા વિદ્યા યા વિમુક્તયે'. જે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય.
ગાંધીજીએ કહ્યું, "અક્ષરજ્ઞાન એ કેળવણી નથી, એ જ્ઞાનપ્રાપ્તિનું સાધન છે."ભારતીય શિક્ષણ પદ્ધતિઓઃ- પૌરાણિક સમયમાં ભારતમાં પ્રચલિત શિક્ષણ પદ્ધતિ હતી, ગુરુકુળ-આશ્રમ પદ્ધતિ. તેથી જ ભારતને 'વિશ્વગુરુ' તરીકે ઓળખવામાં આવે છે.
- આ પદ્ધતિ મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યારથી અસ્તિત્વમાં આવી છે.
- આ છે ગુરુ-શિષ્ય પરંપરા. આઠ વર્ષની ઉંમરથી વિદ્યાર્થી ઘર છોડીને ગુરુકુળમાં આવી ગુરુ પાસે રહી શિક્ષણ મેળવે છે. તે દરેક વિદ્યામાં પારંગત બને તે પછી ઘરે પાછો ફરે છે.
- રાજા-મહારાજાઓનાં સંતાનોથી માંડીને શ્રીમંત-ગરીબોનાં બાળકો કોઈપણ ભેદભાવ વિના ત્યાં ભણવા આવતાં હતાં.
- શિક્ષણ મફત હતું અને કન્યાઓ માટે પણ હતું. તેમની વ્યવસ્થા અલગ કરવામાં આવતી હતી.
- તેમની દિનચર્યામાં સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને પ્રાતઃકર્મથી પરવારી, પ્રાણાયામ, કસરત, અન્ય અભ્યાસ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી.
- અભ્યાસમાં ભારતીય પૌરાણિક શાસ્ત્રો વેદ, ઉપનિષદ્,વ્યાકરણ વગેરેનો અભ્યાસ થતો. તેની સાથે-સાથે ન્યાયશાસ્ત્ર, રાજકારણ, અર્થશાસ્ત્ર, યુદ્ધકલા, ધનુર્વિદ્યા, કૃષિઉત્પાદન જેવા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું.
- અભ્યાસની ભાષા સંસ્કૃત હતી.
- અભ્યાસ, ક્યારેક વર્ગખંડમાં, ક્યારેક મેદાનમાં તો ક્યારેક વૃક્ષ નીચે બેસીને કુદરતના સાંનિધ્યમાં ચાલતો હતો.
- સવારથી સાંજ સુધી વિવિધ પ્રવૃત્તિઓ ચાલતી, જેમાં આશ્રમનાં અન્ય કાર્યો જેવાં કે, ગુરુપત્નીને ઘરકામમાં મદદ કરવી, જંગલમાં લાકડાં કાપવાં, ઢોર ચરાવવાં માટે જવું, અશ્વોની સંભાળ રાખવી વગેરે.
- ભોજન સાત્ત્વિક રહેતું અને ફળો-શાકભાજીનો વધુ ઉપયોગ કરવામાં આવતો હતો.
- આપણાં પૌરાણિક પાત્રો જેવાં કે, રામ,કૃષ્ણ,સુદામા, અર્જુન, ભીમ, ગૌતમ, દ્રૌપદીએ ગુરુકુળોમાં શિક્ષણ લીધું હતું.
- તે સમયે વલ્લભીપુર, નાલંદા, વિક્રમશીલા જેવી વિદ્યાપીઠો પ્રચલિત હતી. પછીના ગાળામાં શાંતિનિકેતન વિદ્યાપીઠ પણ પ્રચલિત બની હતી.
- ગુરુકુળોનું શિક્ષણ હતું સર્વાંગીણ શિક્ષણ, જીવનઘડતરનું શિક્ષણ.
આજનાં આધુનિક ગુરુકુળોનાં લક્ષણોઃ-આજે, શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ, તપોવન સંસ્કૃતિ ધામ જેવી સંસ્થાઓ ઇન્ટરનેશનલ લેવલ પર ગુરુકુળ પદ્ધતિથી અભ્યાસ કરાવે છેતેમની શિક્ષણ પ્રક્રિયામાં પૌરાણિક ગુરુકુળ પદ્ધતિનાં લક્ષણો તો છે જ, જેથી બાળકમાં ભારતીય સંસ્કારોનું જતન થાય.સમયની માંગ મુજબ આ ગુરુકુળો પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિથી પ્રભાવિત થયેલાં છે અને વિદ્યાર્થીઓને ઇન્ટરનેટની દુનિયાથી પરિચિત કરવા માટે શિક્ષણ સાથે કમ્પ્યુટરના અભ્યાસને પણ જોડી દેવામાં આવ્યો છે. ઇ-બુક, વીડિયો-ચેટ, વીડિયો વ્યાખ્યાન દ્વારા ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકડાઉનના સમયમાં પણ વિદ્યાર્થીઓ ઘરે બેસીને અભ્યાસ કરી શકે. આ કહેવાય છે આધુનિક ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ.
ક્લાસરૂમ શિક્ષણ પદ્ધતિનાં લક્ષણોઃ-આ આપણું પરંપરાગત શિક્ષણ કહેવાય છે.- શિક્ષણ ક્લાસરૂમમાં આપવામાં આવે છે.
- શિક્ષક 'ચૉક અને ટૉક' દ્વારા શિક્ષણ આપે છે.
- વિવિધ ભાષાઓ, વિજ્ઞાનો, સમાજવિદ્યા, ભૂગોળ, ગણિત, વિવિધ કલાઓ, રમતગમત જેવા વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે.
- નિયત પાઠ્યપુસ્તકો દ્વારા નિયત અભ્યાસક્રમ, નિયત સમયગાળામાં પૂરો કરવાનો હોય છે.
- આ શિક્ષણ પરીક્ષાલક્ષી હોય છે એટલે ગોખણપટ્ટી પર ચાલતું હોય છે. વિદ્યાર્થીઓનું લક્ષ્ય ડિગ્રીઓ મેળવીને જોબ કરવાનું હોય છે.
- સૈદ્ધાંતિક જ્ઞાનનું પ્રમાણ વધુ હોવાથી વ્યવહારુ કે પ્રાયોગિક જ્ઞાનને ઓછો અવકાશ મળે છે.
- વિદ્યાર્થીઓનું શિક્ષણ ક્લાસની ચાર દીવાલોમાં કેદ થઈ જતું હોય છે. એટલે તે શુષ્ક અને રસવિહીન બને છે.
ઓનલાઈન શિક્ષણનાં લક્ષણોઃ-- ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપવામાં આવતું શિક્ષણ કે જેને ઇ-લર્નિંગ પણ કહેવામાં આવે છે.
- જેમાં ઓનલાઇન ક્લાસિસ અને ડિજિટલ-મીડિયા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
- વિદ્યાર્થીઓ ઘરે બેઠાં શિક્ષણ લઈ શકે છે એટલે સ્કૂલો સુધી જવું નથી પડતું, સમય-શક્તિ બચી જાય છે. ટ્રાન્સપોર્ટનો ખર્ચ બચી જાય છે. ભણતર ભાર વિનાનું બને છે.
- વિદ્યાર્થી ઘરે બેસીને પોતાના રસ-રુચિ અનુસાર, પોતાના અનુકૂલ સમયે શિક્ષણ લઈ શકે છે. તેથી તેનો સમય બચી જાય છે.
- જોબ કરતા વિદ્યાર્થીઓ પોતાના સમયે આગળ ભણી શકે છે.
- ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીમાં સ્વંયશિસ્ત કેળવે છે.
- આ શિક્ષણ વિદ્યાર્થીની જિજ્ઞાસાને સંતોષે છે તે પ્રશ્ન કરતો થાય છે અને તેના જવાબો પણ ઇન્ટરનેટ દ્વારા શોધી શકે છે. આમ તે આત્મનિર્ભર બને છે.
- ઇન્ટરનેટમાં વિશાળ જ્ઞાન પડેલું છે. એમાં સંશોધન કરતાં-કરતાં તેની વિચારશક્તિ, કલ્પનાશક્તિ, સંશોધનશક્તિ ખીલે છે.
યુનેસ્કોએ પ્રકાશિત કરેલા એક રિપોર્ટ મુજબ, કોરોનાને કારણે 107 બિલિયન વિદ્યાર્થીઓને સ્કૂલોથી દૂર રહેવાનું થયું તેથી, શિક્ષણ ઇ-લર્નિંગ તરફ વળ્યું. એક કન્સલ્ટિંગ કંપનીના રિપોર્ટ પ્રમાણે વર્ષ-2025 સુધીમાં ભારતમાં ઓનલાઈન શિક્ષણમાં દસગણો વધારો થઈ શકે છે.લર્નિંગ એપ બાયજુના સંસ્થાપક અને સીઈઓ બાયજુ રવીન્દ્રનનું કહેવું છે કે મહામારી દરમિયાન પ્રથમ વખત બાળકોની શીખવાની રીત બદલાઈ રહી છે. દરેકને ઓનલાઈન શિક્ષણના ફાયદા સમજાવવા લાગ્યા છે. 75 ટકા માતાપિતા, બાળકોનું આ શિક્ષણ ચાલુ રહે તેવું ઇચ્છે છે. તેમનું કહેવું છે કે, હવે ભવિષ્યમાં શિક્ષણનું નવું મિશ્રિત રૂપ જોવા મળશે, જેમાં બાળકો ક્લાસરૂમમાં બેસશે પણ સાથે શિક્ષણ આધારિત રિસર્ચ-પ્રોજેક્ટ દ્વારા સેલ્ફ-લર્નિંગમાં રસ કેળવશે. ચાર દીવાલોમાં રહીને પરીક્ષાલક્ષી બનેલું શિક્ષણ ગુણવત્તાવાળું બનશે.
વાલીઓની મૂંઝવણ શું છે?
- શિક્ષણનું એક આખું નવું માળખું સમગ્ર વિશ્વમાં ગોઠવાઈ રહ્યું છે ત્યારે વાલીઓની પણ કેટલીક ચિંતા, મૂંઝવણ છેઃ-
- ઓનલાઈનના અસ્થિર શિક્ષણ પ્રવાહોમાં અમારાં સંતાનોનાં ભવિષ્યનું શું થશે? તેઓ ફરી શાળાએ જઈ શકશે?ક્યારે જશે?
- ઓનલાઈન અભ્યાસ તેમને ઇન્ટરનેટનાં અન્ય દૂષણો તરફ તો નહીં ખેંચી જાય ને! તેને મોબાઈલની લત કેવી રીતે છોડીશું?
- ગ્રામીણ પ્રદેશોમાં ગરીબ માબાપનાં બાળકો પાસે ખાવાનાં સાંસા હોય છે ત્યાં સ્માર્ટ-ફોન કેવી રીતે લઈ શકે? ઘણાંનાં ઘરોમાં એક જ ફોન હોય છે. વીજળીના ધાંધિયા હોય છે, ઇન્ટરનેટની સ્પીડ વધઘટ થયા કરતી હોય છે ત્યારે સંતાનને ભણાવવું કેવી રીતે?
શિક્ષકોની મૂંઝવણ શું છે?
- શિક્ષકોની સૌથી મોટી મૂંઝવણ છે કે ચૉક અને ટૉક સાથે ટેવાયેલા અમને ડિજિટલ માધ્યમો સાથે મેળ બેસાડતાં આવડશે? ઇન્ટરનેટની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રકારનાં શૈક્ષણિક-એપ્સ અને પદ્ધતિ વિશેની તાલીમ ક્યાં, ક્યારે, કેવી રીતે લઈશું?
શાળા સંચાલકોની મૂંઝવણ શું છે?
- શાળામાં ઓનલાઈન-શિક્ષણનું માળખું કેવી રીતે તૈયાર કરીશું?કેટલું ખર્ચાળ બનશે?
- વિદ્યાર્થીઓ આવતા નહીં હોવાથી શાળાના ખાલી પડેલા ક્લાસરૂમનો શું ઉપયોગ કરીશું?
- વિદ્યાર્થીઓની પરીક્ષાનું શું? ફી કેટલી લેવી?શિક્ષકોની તાલીમનું શું?નવા શિક્ષકોની પસંદગીના માપદંડો કેવા રાખવાના? વગેરે.
વિદ્યાર્થીઓની મૂંઝવણ શું છે?
- એક સર્વે મુજબ દેશના 75 ટકા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પસંદ છે કારણ કે બાળકોને સ્ક્રીન પર જોવાની ટેવ પડી ગઈ છે. તેમને વીડિયો, ગ્રાફ્સ, એનિમેશન દ્વારા શિક્ષણ લેવામાં રસ પડે છે. અને જોવાની સેન્સથી તેઓ વધુ જલદી ગ્રહણ કરી લે છે એટલે તેમને વધુ રસ પડે છે.
બસ, તેમની એક મૂંઝવણ છે કે તેઓ તેમની સ્કૂલનું વાતાવરણ અને મિત્રોને ભૂલી શકતા નથી, તેમનું કહેવું છે કે અમુક નક્કી દિવસે તો શાળામાં શિક્ષણ મળવું જોઈએ.
વાલી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળા-સંચાલકોની મૂંઝવણને ઉકેલવા માટે સરકાર પણ પ્રયત્નશીલ છે. જાણીએ એ વિશેઃ-
- આત્મનિર્ભર ભારત બનવા તરફનું પ્રથમ પગથિયું છે ઓનલાઇન શિક્ષણ. ભારતના આ મિશનને વેગ આપવા માટે નાણાપ્રધાને 20 કરોડનું પેકેજ જાહેર કરતા જણાવ્યું કે સરકાર આ શિક્ષણને ખૂબ મહત્ત્વ આપી રહી છે, જેમાં ઇન્ટરનેટ સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવીને 12 નવી શૈક્ષણિક ચેનલો શરૂ કરવાની યોજના છે.
- ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક બોર્ડ સાથે જોડાયેલી સ્કૂલોને નિઃશુલ્ક ઓનલાઈન શિક્ષણ આપવાની જાહેરાત કરી છે, જેમાં ધો. 3થી8 માટે જીસીઇઆરટી-ગાંધીનગર અને ધો.9થી12 માટે ગુજરાતી માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યૂ-ટ્યૂબ ચેનલ જીએસએચએસઇબી-ગાંધીનગર પર ઉપલબ્ધ છે.
- કેન્દ્ર સરકારે શાળાઓ માટે જણાવેલી ગાઇડલાઈનમાં પ્રિ-પ્રાયમરીનાં બાળકો માટે માત્ર 30 મિનિટ, ધો.1થી8ના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટનાં બે સત્ર અનેધો.9થી 12 માટે 30થી 45 મિનિટનાં 4 સત્રની ભલામણ કરાઈ છે.
- એક સર્વે મુજબ, ભારતનાં 1700 કરતાં વધારે શહેરોમાં ઓનલાઇન લર્નિંગ શિક્ષણ શરૂ થઈ ગયું છે.
- અને સરકારની સૌથી મોટી જાહેરાત છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020. 34 વર્ષ પછી નવી શિક્ષણ નીતિ તૈયાર થઈ ગઈ છે. જેમાં વાલી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોના પ્રશ્નોના બધા જ જવાબ મળી રહે છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં મુખ્ય લક્ષણોઃ-
- આ શિક્ષણ નીતિમાં નવા ભારતની નવી આશાઓ, નવી આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું એક નવું વિઝન છે્.
- શિક્ષણનું માળખું છે 5+3+3+4નું. જેમાં ભણતરની સાથે-સાથે ગણતરને પણ મહ્ત્ત્વ આપવામાં આવ્યું છે.
- આ નીતિમાં સૌથી પાયાના પ્રિ-સ્કૂલ શિક્ષણને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે જેમાં પ્લેફૂલ-લર્નિંગ એક્ટિવિટી આધારિત પ્રવૃત્તિઓનું માળખું તૈયાર કરાયું છે. યુવા પેઢીના નિર્માણને મજબૂત બનાવવા માટેનો આ વિચાર છે.
- પ્રાયમરી શિક્ષણથી જ રોજગારલક્ષી શિક્ષણ આપવામાં આવશે.
- બાળક દરેક વિષયને જીવનનાં વિવિધ પાસાઓ સાથે જોડીને તેને સમજે તેવો દ્રષ્ટ્રિકોણ રાખવામાં આવ્યો છે.
- બાળક તેની આસપાસનાં વાતાવરણમાંથી શીખે અને જીવનમાં તેને ઉતારે તે માટે તેને પુસ્તકો અને ક્લાસરૂમની ચાર દીવાલોમાંથી બહાર કાઢીને દુનિયાની વાસ્તવિક જિંદગી સાથે જોડવામાં આવશે.
- અભ્યાસક્રમને હળવો બનાવીને જીવનની મૂળભૂત બાબતો પ્રત્યે તેનું ધ્યાન દોરવામાં આવશે.
- વિદ્યાર્થીઓ 21મી સદી સાથે ચાલી શકે તે માટેનાં કૌશલ્યો તેમનામાં વિકસાવવામાં આવશેે. તે કૌશલ્યો છે, ક્રિટિકલ થિંકિંગ-ક્રિએટિવિટી કોલેબરેશન- ક્યુરિઓસિટી અને કમ્યુનિકેશન. આજના ડિજિટલ યુગની માંગ અનુસાર તેમને ઇન્ટરનેટ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ, કોડિંગ, ડેટા સાયન્સ અને રોબોટિક્સથી પરિચિત કરાવવામાં આવશે.
આ શિક્ષણ નીતિમાં માતાપિતાએ એ બાબત સમજવાની છે કે બાળકની આંતરિક શક્તિઓને ખીલવાની તક મળે તેનું ધ્યાન રાખો. તેના પરીક્ષાના ગુણને મહત્ત્વ આપ્યા સિવાય તેના જ્ઞાનનો તે યોગ્ય ઉપયોગ કરે તે મહત્ત્વનું છે.
બાળકમાં આત્મનિર્ભરતા જાગૃત કરવાની છે એટલે તેને સ્વયં શીખવાની, વિચારવાની, પ્રયોગો કરવાની, સંશોધન કરવાની મોકળાશ આપો.આ સમગ્ર ચિત્ર બતાવે છે કે ભારતમાં ક્લાસરૂમ-કલ્ચર જ રહેવાનું છે. બસ, આપણે માત્ર એટલું કરવાનું છે કે ક્લાસરૂમ કલ્ચર અને ઓનલાઈન શિક્ષણનો સમન્વય કરીને આધુનિક શિક્ષણનું માળખું તૈયાર કરવાનું છે જેથી ઇ-શિક્ષણ અને પરંપરાગત ક્લાસરૂમ શિક્ષણ એકબીજાનાં પૂરક બની રહે.
આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જ.અબ્દુલ કલામે કહ્યું છે કે, "ધી પર્પઝ ઑફ ઍજ્યુકેશન ઇઝ ટુ મેક ગુડ હ્યુમન બીઇંગ્સ્ વિથ સ્કિલ્સ ઍન્ડ ઍક્સ્પર્ટીઝ."
નવી શિક્ષણ નીતિ અંગે વધુ જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરોઃ-
ઓનલાઇન શિક્ષણ અંગે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનાં મંતવ્યોઃ-
- જીવન જીવવાની દ્રષ્ટિ.
- શિક્ષણ શિખવાડે છે સ્વાવલંબી બનવાની કલા.
- શિક્ષણ આપે છે નિર્ભયતા. જીવનનાં દુઃખો, મુશ્કેલીઓ સામે સાહસથી સંઘર્ષ કરીને જીવી જવાનું જોશ.
- શિક્ષણ આપે છે ઉમદા સંસ્કારો, ઉમદા ચારિત્ર્ય.
- શિક્ષણ સમજાવે છે માનવ-અવતારનું મહત્ત્વ. સમગ્ર પ્રકારના ભેદભાવ ભૂલીને મનુષ્ય-મનુષ્યના કામમાં આવે અને સમગ્ર વિશ્વના માનવો સાથે બંધુત્વની ભાવના કેળવે.
- શિક્ષણ કે જે મનુષ્યને મુક્તિ અપાવે. 'સા વિદ્યા યા વિમુક્તયે'. જે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય.
- આ પદ્ધતિ મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યારથી અસ્તિત્વમાં આવી છે.
- આ છે ગુરુ-શિષ્ય પરંપરા. આઠ વર્ષની ઉંમરથી વિદ્યાર્થી ઘર છોડીને ગુરુકુળમાં આવી ગુરુ પાસે રહી શિક્ષણ મેળવે છે. તે દરેક વિદ્યામાં પારંગત બને તે પછી ઘરે પાછો ફરે છે.
- રાજા-મહારાજાઓનાં સંતાનોથી માંડીને શ્રીમંત-ગરીબોનાં બાળકો કોઈપણ ભેદભાવ વિના ત્યાં ભણવા આવતાં હતાં.
- શિક્ષણ મફત હતું અને કન્યાઓ માટે પણ હતું. તેમની વ્યવસ્થા અલગ કરવામાં આવતી હતી.
- તેમની દિનચર્યામાં સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને પ્રાતઃકર્મથી પરવારી, પ્રાણાયામ, કસરત, અન્ય અભ્યાસ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી.
- અભ્યાસમાં ભારતીય પૌરાણિક શાસ્ત્રો વેદ, ઉપનિષદ્,વ્યાકરણ વગેરેનો અભ્યાસ થતો. તેની સાથે-સાથે ન્યાયશાસ્ત્ર, રાજકારણ, અર્થશાસ્ત્ર, યુદ્ધકલા, ધનુર્વિદ્યા, કૃષિઉત્પાદન જેવા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું.
- અભ્યાસની ભાષા સંસ્કૃત હતી.
- અભ્યાસ, ક્યારેક વર્ગખંડમાં, ક્યારેક મેદાનમાં તો ક્યારેક વૃક્ષ નીચે બેસીને કુદરતના સાંનિધ્યમાં ચાલતો હતો.
- સવારથી સાંજ સુધી વિવિધ પ્રવૃત્તિઓ ચાલતી, જેમાં આશ્રમનાં અન્ય કાર્યો જેવાં કે, ગુરુપત્નીને ઘરકામમાં મદદ કરવી, જંગલમાં લાકડાં કાપવાં, ઢોર ચરાવવાં માટે જવું, અશ્વોની સંભાળ રાખવી વગેરે.
- ભોજન સાત્ત્વિક રહેતું અને ફળો-શાકભાજીનો વધુ ઉપયોગ કરવામાં આવતો હતો.
- આપણાં પૌરાણિક પાત્રો જેવાં કે, રામ,કૃષ્ણ,સુદામા, અર્જુન, ભીમ, ગૌતમ, દ્રૌપદીએ ગુરુકુળોમાં શિક્ષણ લીધું હતું.
- તે સમયે વલ્લભીપુર, નાલંદા, વિક્રમશીલા જેવી વિદ્યાપીઠો પ્રચલિત હતી. પછીના ગાળામાં શાંતિનિકેતન વિદ્યાપીઠ પણ પ્રચલિત બની હતી.
- ગુરુકુળોનું શિક્ષણ હતું સર્વાંગીણ શિક્ષણ, જીવનઘડતરનું શિક્ષણ.
આજનાં આધુનિક ગુરુકુળોનાં લક્ષણોઃ-
- શિક્ષણ ક્લાસરૂમમાં આપવામાં આવે છે.
- શિક્ષક 'ચૉક અને ટૉક' દ્વારા શિક્ષણ આપે છે.
- વિવિધ ભાષાઓ, વિજ્ઞાનો, સમાજવિદ્યા, ભૂગોળ, ગણિત, વિવિધ કલાઓ, રમતગમત જેવા વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે.
- નિયત પાઠ્યપુસ્તકો દ્વારા નિયત અભ્યાસક્રમ, નિયત સમયગાળામાં પૂરો કરવાનો હોય છે.
- આ શિક્ષણ પરીક્ષાલક્ષી હોય છે એટલે ગોખણપટ્ટી પર ચાલતું હોય છે. વિદ્યાર્થીઓનું લક્ષ્ય ડિગ્રીઓ મેળવીને જોબ કરવાનું હોય છે.
- સૈદ્ધાંતિક જ્ઞાનનું પ્રમાણ વધુ હોવાથી વ્યવહારુ કે પ્રાયોગિક જ્ઞાનને ઓછો અવકાશ મળે છે.
- વિદ્યાર્થીઓનું શિક્ષણ ક્લાસની ચાર દીવાલોમાં કેદ થઈ જતું હોય છે. એટલે તે શુષ્ક અને રસવિહીન બને છે.
- ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપવામાં આવતું શિક્ષણ કે જેને ઇ-લર્નિંગ પણ કહેવામાં આવે છે.
- જેમાં ઓનલાઇન ક્લાસિસ અને ડિજિટલ-મીડિયા દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
- વિદ્યાર્થીઓ ઘરે બેઠાં શિક્ષણ લઈ શકે છે એટલે સ્કૂલો સુધી જવું નથી પડતું, સમય-શક્તિ બચી જાય છે. ટ્રાન્સપોર્ટનો ખર્ચ બચી જાય છે. ભણતર ભાર વિનાનું બને છે.
- વિદ્યાર્થી ઘરે બેસીને પોતાના રસ-રુચિ અનુસાર, પોતાના અનુકૂલ સમયે શિક્ષણ લઈ શકે છે. તેથી તેનો સમય બચી જાય છે.
- જોબ કરતા વિદ્યાર્થીઓ પોતાના સમયે આગળ ભણી શકે છે.
- ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીમાં સ્વંયશિસ્ત કેળવે છે.
- આ શિક્ષણ વિદ્યાર્થીની જિજ્ઞાસાને સંતોષે છે તે પ્રશ્ન કરતો થાય છે અને તેના જવાબો પણ ઇન્ટરનેટ દ્વારા શોધી શકે છે. આમ તે આત્મનિર્ભર બને છે.
- ઇન્ટરનેટમાં વિશાળ જ્ઞાન પડેલું છે. એમાં સંશોધન કરતાં-કરતાં તેની વિચારશક્તિ, કલ્પનાશક્તિ, સંશોધનશક્તિ ખીલે છે.
- શિક્ષણનું એક આખું નવું માળખું સમગ્ર વિશ્વમાં ગોઠવાઈ રહ્યું છે ત્યારે વાલીઓની પણ કેટલીક ચિંતા, મૂંઝવણ છેઃ-
- ઓનલાઈનના અસ્થિર શિક્ષણ પ્રવાહોમાં અમારાં સંતાનોનાં ભવિષ્યનું શું થશે? તેઓ ફરી શાળાએ જઈ શકશે?ક્યારે જશે?
- ઓનલાઈન અભ્યાસ તેમને ઇન્ટરનેટનાં અન્ય દૂષણો તરફ તો નહીં ખેંચી જાય ને! તેને મોબાઈલની લત કેવી રીતે છોડીશું?
- ગ્રામીણ પ્રદેશોમાં ગરીબ માબાપનાં બાળકો પાસે ખાવાનાં સાંસા હોય છે ત્યાં સ્માર્ટ-ફોન કેવી રીતે લઈ શકે? ઘણાંનાં ઘરોમાં એક જ ફોન હોય છે. વીજળીના ધાંધિયા હોય છે, ઇન્ટરનેટની સ્પીડ વધઘટ થયા કરતી હોય છે ત્યારે સંતાનને ભણાવવું કેવી રીતે?
શિક્ષકોની મૂંઝવણ શું છે?
- શિક્ષકોની સૌથી મોટી મૂંઝવણ છે કે ચૉક અને ટૉક સાથે ટેવાયેલા અમને ડિજિટલ માધ્યમો સાથે મેળ બેસાડતાં આવડશે? ઇન્ટરનેટની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રકારનાં શૈક્ષણિક-એપ્સ અને પદ્ધતિ વિશેની તાલીમ ક્યાં, ક્યારે, કેવી રીતે લઈશું?
શાળા સંચાલકોની મૂંઝવણ શું છે?
- શાળામાં ઓનલાઈન-શિક્ષણનું માળખું કેવી રીતે તૈયાર કરીશું?કેટલું ખર્ચાળ બનશે?
- વિદ્યાર્થીઓ આવતા નહીં હોવાથી શાળાના ખાલી પડેલા ક્લાસરૂમનો શું ઉપયોગ કરીશું?
- વિદ્યાર્થીઓની પરીક્ષાનું શું? ફી કેટલી લેવી?શિક્ષકોની તાલીમનું શું?નવા શિક્ષકોની પસંદગીના માપદંડો કેવા રાખવાના? વગેરે.
વિદ્યાર્થીઓની મૂંઝવણ શું છે?
- એક સર્વે મુજબ દેશના 75 ટકા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પસંદ છે કારણ કે બાળકોને સ્ક્રીન પર જોવાની ટેવ પડી ગઈ છે. તેમને વીડિયો, ગ્રાફ્સ, એનિમેશન દ્વારા શિક્ષણ લેવામાં રસ પડે છે. અને જોવાની સેન્સથી તેઓ વધુ જલદી ગ્રહણ કરી લે છે એટલે તેમને વધુ રસ પડે છે.
- આત્મનિર્ભર ભારત બનવા તરફનું પ્રથમ પગથિયું છે ઓનલાઇન શિક્ષણ. ભારતના આ મિશનને વેગ આપવા માટે નાણાપ્રધાને 20 કરોડનું પેકેજ જાહેર કરતા જણાવ્યું કે સરકાર આ શિક્ષણને ખૂબ મહત્ત્વ આપી રહી છે, જેમાં ઇન્ટરનેટ સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવીને 12 નવી શૈક્ષણિક ચેનલો શરૂ કરવાની યોજના છે.
- ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક બોર્ડ સાથે જોડાયેલી સ્કૂલોને નિઃશુલ્ક ઓનલાઈન શિક્ષણ આપવાની જાહેરાત કરી છે, જેમાં ધો. 3થી8 માટે જીસીઇઆરટી-ગાંધીનગર અને ધો.9થી12 માટે ગુજરાતી માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યૂ-ટ્યૂબ ચેનલ જીએસએચએસઇબી-ગાંધીનગર પર ઉપલબ્ધ છે.
- કેન્દ્ર સરકારે શાળાઓ માટે જણાવેલી ગાઇડલાઈનમાં પ્રિ-પ્રાયમરીનાં બાળકો માટે માત્ર 30 મિનિટ, ધો.1થી8ના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટનાં બે સત્ર અનેધો.9થી 12 માટે 30થી 45 મિનિટનાં 4 સત્રની ભલામણ કરાઈ છે.
- એક સર્વે મુજબ, ભારતનાં 1700 કરતાં વધારે શહેરોમાં ઓનલાઇન લર્નિંગ શિક્ષણ શરૂ થઈ ગયું છે.
- અને સરકારની સૌથી મોટી જાહેરાત છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020. 34 વર્ષ પછી નવી શિક્ષણ નીતિ તૈયાર થઈ ગઈ છે. જેમાં વાલી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોના પ્રશ્નોના બધા જ જવાબ મળી રહે છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં મુખ્ય લક્ષણોઃ-
- આ શિક્ષણ નીતિમાં નવા ભારતની નવી આશાઓ, નવી આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું એક નવું વિઝન છે્.
- શિક્ષણનું માળખું છે 5+3+3+4નું. જેમાં ભણતરની સાથે-સાથે ગણતરને પણ મહ્ત્ત્વ આપવામાં આવ્યું છે.
- આ નીતિમાં સૌથી પાયાના પ્રિ-સ્કૂલ શિક્ષણને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે જેમાં પ્લેફૂલ-લર્નિંગ એક્ટિવિટી આધારિત પ્રવૃત્તિઓનું માળખું તૈયાર કરાયું છે. યુવા પેઢીના નિર્માણને મજબૂત બનાવવા માટેનો આ વિચાર છે.
- પ્રાયમરી શિક્ષણથી જ રોજગારલક્ષી શિક્ષણ આપવામાં આવશે.
- બાળક દરેક વિષયને જીવનનાં વિવિધ પાસાઓ સાથે જોડીને તેને સમજે તેવો દ્રષ્ટ્રિકોણ રાખવામાં આવ્યો છે.
- બાળક તેની આસપાસનાં વાતાવરણમાંથી શીખે અને જીવનમાં તેને ઉતારે તે માટે તેને પુસ્તકો અને ક્લાસરૂમની ચાર દીવાલોમાંથી બહાર કાઢીને દુનિયાની વાસ્તવિક જિંદગી સાથે જોડવામાં આવશે.
- અભ્યાસક્રમને હળવો બનાવીને જીવનની મૂળભૂત બાબતો પ્રત્યે તેનું ધ્યાન દોરવામાં આવશે.
- વિદ્યાર્થીઓ 21મી સદી સાથે ચાલી શકે તે માટેનાં કૌશલ્યો તેમનામાં વિકસાવવામાં આવશેે. તે કૌશલ્યો છે, ક્રિટિકલ થિંકિંગ-ક્રિએટિવિટી કોલેબરેશન- ક્યુરિઓસિટી અને કમ્યુનિકેશન. આજના ડિજિટલ યુગની માંગ અનુસાર તેમને ઇન્ટરનેટ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ, કોડિંગ, ડેટા સાયન્સ અને રોબોટિક્સથી પરિચિત કરાવવામાં આવશે.
![]() |
નિત્ય સોની (વિદ્યાર્થી-શ્રેણી-12,એચ.બી.કાપડીયા હાઇસ્કૂલ-અમદાવાદ) |
"ઓનલાઇન ઍજ્યુકેશન સહુને વધુ સ્વતંત્ર રહેવાની તક આપે છે.મારા મત મુજબ, વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ વધુ સારી છે. ઓનલાઇન ઍજ્યુકેશન દ્વારા એ જ પ્રકારની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી થતી હોય છે જે ઓફલાઇન ઍજ્યુકેશન દ્વારા થતી હોય છે.તેથી, મને તેને લગતી સમજ મેળવવામાં કોઈ પ્રશ્નોનો સામનો નથી કરવો પડતો.ઓનલાઇન ઍજ્યુકેશન મને મારા રસનાં ક્ષેત્રમાં જવાની અનુકૂળતા આપે છે. ઓનલાઇન ઍજ્યુકેશનથી હું સંતુષ્ટ છું."
![]() |
વેદ સોની (વિદ્યાર્થી-શ્રેણી-9,એ-વન હાઈસ્કૂલ-અમદાવાદ) |
"છેલ્લા એકાદ વર્ષથી જ્યારથી ઓનલાઇન ક્લાસ શરૂ થયા ત્યારથી મને અને મારા ક્લાસના અન્ય ઘણા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં, ઓનલાઈન ક્લાસ દરમિયાન મને બોલવામાં બહુ જ સંકોચ થતો હતો પરંતુ બહુ થોડા સમયમાં મારો સંકોચ દૂર થઈ ગયો, ઓનલાઇન ક્લાસને લીધે અગાઉ જે બાબતો વિશે હું બિલકુલ જાણતો નહોતો તે હું જાણતો થયો છું".
"ઓનલાઇન શિક્ષણમાં યાંત્રિકતા વધુ અને 'હ્યુમન ટચ' ઓછો હોય છે. શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે વર્ગમાં થતી શિક્ષણ-ક્રિયામાં "જીવતંતા" હોય છે. તેમના વચ્ચેની આંતરક્રિયા વિદ્યાર્થીઓની મનો-સામાજિક જરૂરિયાતો સંતોષે છે, જેને લીધે તેમનો વિકાસ થાય છે. છતાં, વર્તમાન સમયમાં ઓનલાઇન શિક્ષણ અનિવાર્ય છે".
--પ્રો.ડૉ.અશ્વિન જનસારી(નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ મનોવિજ્ઞાન વિભાગ, ગુજરાત યુનિ. અમદાવાદ.
"કોવિડ મહામારી દરમિયાન શિક્ષણની પ્રવૃત્તિને ઘણી અસર પડી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે આ સમય દરમિયાન શિક્ષણ પ્રક્રિયા ઘણી ચેલેન્જિંગ બની રહી. ઓનલાઇન શિક્ષણ 'લેવું અને આપવું' એ એકમાત્ર વિકલ્પ બની રહ્યો. મારા મતે ઓનલાઇન શિક્ષણ દરેક વિષય માટે અનુકૂળ ન ગણાવી શકાય. ટૂંકા સમય માટે કામ ચોક્કસ ચલાવી શકીએ પણ લાંબા ગાળાની વ્યવસ્થારૂપે અથવા ઓફલાઇન શિક્ષણની અવેજીરૂપે તેને ન ગણી શકીએ. હું છેલ્લાં સાત વર્ષથી સંગીતની તાલીમ આપી રહ્યો છું. સંગીત વિષયમાં ઓનલાઇન શિક્ષણ એ ઘણું મુશ્કેલ છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન પદ્ધતિમાં ઘણાબધા કૉન્સેપ્ટ શીખવી શકાતા નથી, જે ઓફલાઇન શિક્ષણમાં આસાનીથી ડેમોનસ્ટ્રેટ કરી શકાય છે. મારા મતે, વિદ્યાર્થીઓ સંગીતના શિક્ષણની ઓફલાઇન જેટલી મજા લઈ શકે છે તેટલી ઓનલાઇન લઇ શકતા નથી. વળી, ઓનલાઇનમાં કનેક્ટિવિટી ઇશ્યૂ, અનક્લિયર સાઉન્ડ ક્વોલિટી જેવા પડકારો તો છે જ".
-વૈભવ દવે(સંગીત શિક્ષક અને સંસ્થાપક-સૂરસાધના ઍકેડમી)
"પહેલું, જે કાંઈ શીખવાનું છે તેને માટે શાળા સુરક્ષિત હોવી જરૂરી છે. તે સૌથી મહત્ત્વની બાબત છે. જો શાળા સલામત હોય તો વ્યક્તિગત રીતે તે ખૂબ જ સારું ગણાય છે. શીખવાની પ્રક્રિયા કૉમ્યુનિકેશન દ્વારા થતી હોય છે અને આમાં વ્યક્તિ સમગ્ર રીતે સામેલ હોય છે. વિદ્યાર્થીઓ શાંત હોઇ શકે છે પરંતુ તેમની આંખો અને અભિવ્યક્તિ તેમજ બોડી-લેન્ગ્વેજ દ્વારા તમે જાણી શકો છો કે તેઓ સાંભળી રહ્યા છે અને શીખી રહ્યા છે. ઓનલાઇન-ઇન્સ્ટ્રક્શન બિલકુલ ચહેરા પર કેમેરાને મૂકે છે અને તેનાથી ઘણા વિદ્યાર્થીઓ શરમ અને સંકોચ અનુભવે છે.
સાથે,સાથે, ઓનલાઇન ઍજ્યુકેશનના ફાયદાઓ પણ છે. શારીરિક ખામી ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓની જેમ જ વર્ગમાં હાજર રહી શકે છે.શાંત વિદ્યાર્થીઓ જો બોલવામાં સંકોચ અનુભવતા હોય તો ચેટનો ઉપયોગ કરી શકે છે. તેથી હું મારા નિયમિત ઑફલાઇન ક્લાસમાં પણ ઓનલાઇનના કેટલાંક ફિચર્સથી શિક્ષણ આપવાનું પસંદ કરું છું.જેમાં અલગ-અલગ ટાઇપના વિદ્યાર્થીઓને અલગ-અલગ રીતે શિક્ષણ મેળવવાની તક આપું છું.કોરોના મહામારી પછીના મારાં શિક્ષણકાર્યમાં સામાન્ય શિક્ષણકાર્ય કરતાં વધુ ઓનલાઇન શિક્ષણ સામેલ હશે".
-ડૉ. પ્રણવ જાની, હી/હીમ ઍસોસિયેટ પ્રૉફેસર, ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ગ્લિશ,ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી ડાયરેક્ટર, એશિયન અમેરિકન સ્ટડીઝ્(એથનિક અભ્યાસ માટેનું કેન્દ્ર).
"હું માનું છું કે ફેસ-ટુ-ફેસ ટીચિંગ જેવું બીજું કોઈ ટીચિંગ નથી અને ડાયરેક્ટ-કૉમ્યુનિકેશન દ્વારા મેળવાતાં નોલેજનું સ્થાન અન્ય કોઈ લઈ શકે તેમ નથી. આપણાં હિંદુ ધર્મગ્રંથોના 'ઉપનિષદો' એટલે આધ્યાત્મિક વિદ્યા પ્રાપ્ત કરતી વખતે ગુરુની નજીક બેસવું. શીખવાની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે.જોકે, હાલની મહામારીની પરિસ્થિતિમાં, ઓનલાઇન ઍજ્યુકેશન એ બીજો એક ઉત્તમ વિકલ્પ છે. તે ઉપરાંત, તેને આપણાં માટે ઉપલબ્ધ બનાવવા માટે આપણા વૈજ્ઞાનિકો અને ડિજિટલ ટેકનોલોજીના આપણે ખૂબ આભારી છીએ નહીં તો આ સમય આપણે વ્યર્થ ગુમાવી દીધો હોત.
ઓનલાઇન ઍજ્યુકેશને આપણા માટે નાનકડા એવા બેઠક-રૂમમાં આખા વિશ્વને લાવીને મૂકી દીધું છે અને તે દ્વારા અનેક સંભાવનાઓ તરફ આપણી દ્રષ્ટિને ખોલી નાખી છે.આટલું જ નહીં, આ પદ્ધતિને અપનાવવાનું દરેકને માટે અનિવાર્ય બની ગયું છે. અને તેણે એકદમ પછાત વ્યક્તિને પણ નવી સિસ્ટમ પ્રત્યે સભાન કરી દીધી છે. 'જરૂરિયાત એ શોધની જનની છે'. ગમે કે ના ગમે, પણ દરેકને 'ન્યૂ નોર્મલ'ને અનુકૂળ થવું પડ્યું છે.ઓનલાઇન ઍજ્યુકેશને પરિવર્તન અને પ્રગતિની પ્રક્રિયાની ઝડપને વધુ ઝડપી બનાવવામાં મદદ કરી છે.વાતાવરણ ફરી નોર્મલ થઈ જશે તો પણ આનાથી આપણે ટેવાઇ જઇશું. આને કારણે દરેક વ્યક્તિ મુવિંગ અને ટ્રાન્સપોર્ટેશનની પાછળ સમય અને પૈસા બચાવી રહી છે. ટૂંક સમયમાં જ આપણે હાયર ઍજ્યુકેશનમાં તો આ મિશ્રિત શિક્ષણપ્રક્રિયામાં આવી જઇશું. વિદ્યાર્થીઓને નિયમિત ધોરણે નહીં પણ કેટલાક દિવસો માટે જ કોલેજોમાં શારીરિક રીતે હાજરી આપવી પડશે.
આપણે આ સિસ્ટમ સાથે ઝડપથી અનુકૂલન સાધી લેવું જોઇએ. હું પરિવર્તનનું સ્વાગત કરું છું અને જેટલી ઝડપથી આપણે સહુ તેનો સ્વીકાર કરી લઇએ તે આપણા ભલામાં હશે".
ડૉ. સિરાલી નિપમ મહેતા-(આચાર્ય-એસ.એલ.યુ.આર્ટ્સ ઍન્ડ એચ.ઍન્ડ પી. ઠાકોર કોમર્સ કોલેજ ફોર વિમેન્સ-અમદાવાદ)
![]() |
પ્રો.ડૉ. દીપિકાબેન શાહ |
"આધુનિક સમયનો ખૂબ જ ચર્ચિત, વિચારવા યોગ્ય અને મનપસંદ એવો આ વિષય છે. એક શિક્ષક તરીકે હું મારું મંતવ્ય રજૂ કરું છુંઃ-
ઓનલાઇન શિક્ષણ એટલે ઘરમાં બેસીને કમ્પ્યુટર દ્વારા લેવામાં આવતું શિક્ષણ. આ અંગે કેટલાક ફાયદા ને ગેરફાયદા છે તે જોઈએઃ-
ફાયદાઃ-1). આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો તે એક અનિવાર્ય જરૂરિયાત છે.વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી વિવિધ ક્ષેત્રના વિકાસની માહિતી મળે છે. આ રીતે તેના જ્ઞાનનો વિકાસ થાય છે.2). વિદ્યાર્થીને વહેલી સવારે ઊઠીને શાળાએ જવું પડતું નથી તેથી સમયનો બચાવ થાય છે.3). વિદ્યાર્થીની કુતૂહલવૃત્તિ સતેજ થાય છે અને તે સંતોષાય છે.
ગેરફાયદાઃ-1). શરૂઆતમાં કમ્પ્યુટરની ટ્રેનિંગ લેવી પડે છે.2) લાંબો સમય કમ્પ્યુટર પર બેસવાથી શારીરિક તકલીફો થાય છે જેવી કે, ગરદનનો દુખાવો, આંખોની તકલીફ, આંગળીઓ જકડાઈ જવી વગેરે.3) વિજ્ઞાન જેવા પ્રાયોગિક વિષયોમાં લેબોરેટરીની જરૂર પડતી હોય છે.4) વિદ્યાર્થીમાં શિષ્ટાચાર કે શિસ્તની ખામી જોવા મળે છે. 5) સતત કમ્પ્યુટર જોયા કરવાથી તે તેનો બંધાણી થઈ જાય છે, સ્માર્ટફોનમાં વીડિયો-ગેમ અને વીડિયો-ચેટ જોવાની તેને ટેવ પડી જાય છે.
સંક્ષેપમાં, એટલું જણાવવાનું કે ઓનલાઇન શિક્ષણ વિકાસને માટે જરૂરી છે પરંતુ ક્લાસરૂમ શિક્ષણ તો અનિવાર્ય બાબત છે".
પ્રો.ડૉ.દીપિકાબેન શાહ( નિવૃત્ત અધ્યાપક-બી.ડી.આર્ટ્સ કોલેજ અને પી.ટી. કોલેજ-અમદાવાદ).
"છેલ્લું વર્ષ દરેક માટે, ખાસ કરીને બાળકો માટે મુશ્કેલ હતું. મને લાગે છે કે તેમના પર લાદવામાં આવેલા સામાજિક અને શારીરિક પ્રતિબંધોને કારણે તેઓ સૌથી વધુ અસરગ્રસ્ત થયાં છે.
જો કે, શાળાઓએ બાળકોને તેમના શિક્ષણ સાથે જોડી રાખવામાં શક્ય તેટલો પ્રયાસ કર્યો છે, નહીંતર તેઓ ચૂકી ગયા હોત. ટૂંકાં હોવા છતાં, ઓનલાઇન સત્રોએ બાળકોને વર્ગખંડનો સંપર્ક જાળવી રાખવામાં મદદ કરી છે. નવા ભણતરની વિભાવનાએ તેમને શેડ્યૂલ જાળવવામાં મદદ કરી છે.જો કે, મને ચોક્કસપણે લાગે છે કે ઓનલાઇન શિક્ષણ તે ઓફલાઈન શિક્ષણથી ઘણું જુદું પડે છે. સામાજિક આદાનપ્રદાન, મિત્રો સાથેની રમતો, આજુબાજુના વાતાવરણનો સંપર્ક, સાથીઓ અને શિક્ષકો સાથે મિત્રાચારીભર્યું છતાં સન્માનપૂર્વકનું વર્તન રાખવું, જેવી બાબતો બાળક શાળામાંથી શીખે છે.કમનસીબે, આપણે આ વૈકલ્પિક પદ્ધતિનો આશરો લેવો પડ્યો છે પરંતુ પાંચ વર્ષના સંતાનની એક માતા તરીકે હું શાળામાં અપાતા શિક્ષણની તરફેણ કરું છું. આશા રાખું છું કે આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન બાળકો ફરીથી શાળાએ જઇ શકશે".પલક મહેતા( સિ.મેનેજર, સ્ટ્રેટેજિક સોર્સિંગ ઍન્ડ સપ્લાય મેનેજમેન્ટ એનીયલ ફાર્માસ્યૂટીકલ્સ)"
"ગણિતની શિક્ષિકા હોવાને કારણે હું ચૉક અને ડસ્ટર વિના મારા વર્ગની કલ્પના કરી શકતી નહોતી. પરંતુ આ મહામારી માઉસ અને કીબોર્ડ તરફ આગળ વધી. ઓનલાઇન વર્ગોમાં વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવું તેમજ વર્ગમાં રસ લેવાનું કામ મુશ્કેલ હોય છે. મારું 100% આપ્યા પછી, હું જાણું છું કે વ્યાખ્યાન દરમિયાન કેટલાક માતા-પિતાની સતત દખલ રહેતી હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એકસરખું મેળવી શકતા નથી. મને શાળામાં જે બોન્ડિંગ મળે છે તેનો અભાવ પણ હું અનુભવું છું".
ઓનલાઈન કે ઓફલાઇન શિક્ષણ? એ મૂંઝવણનું તારણ એ નીકળે છે કે મોટાભાગના લોકો માને છે કે ક્લાસરૂમ શિક્ષણનો બીજો કોઈ વિકલ્પ ના હોઈ શકે પરંતુ આ ફાસ્ટ લાઈફમાં અને પળે પળે બદલાતી અને વિકાસને પંથે આગળ વધતી આ દુનિયા સાથે ચાલવા માટે ક્લાસરૂમમાં શિક્ષણની નવી નવી ટેકનોલોજીને પણ સાંકળવી જોઈએ જેથી યુવાનોનું ભવિષ્ય વધુ સુરક્ષિત અને સ્માર્ટ બને.
"છેલ્લું વર્ષ દરેક માટે, ખાસ કરીને બાળકો માટે મુશ્કેલ હતું. મને લાગે છે કે તેમના પર લાદવામાં આવેલા સામાજિક અને શારીરિક પ્રતિબંધોને કારણે તેઓ સૌથી વધુ અસરગ્રસ્ત થયાં છે.
જો કે, શાળાઓએ બાળકોને તેમના શિક્ષણ સાથે જોડી રાખવામાં શક્ય તેટલો પ્રયાસ કર્યો છે, નહીંતર તેઓ ચૂકી ગયા હોત. ટૂંકાં હોવા છતાં, ઓનલાઇન સત્રોએ બાળકોને વર્ગખંડનો સંપર્ક જાળવી રાખવામાં મદદ કરી છે. નવા ભણતરની વિભાવનાએ તેમને શેડ્યૂલ જાળવવામાં મદદ કરી છે.
જો કે, મને ચોક્કસપણે લાગે છે કે ઓનલાઇન શિક્ષણ તે ઓફલાઈન શિક્ષણથી ઘણું જુદું પડે છે. સામાજિક આદાનપ્રદાન, મિત્રો સાથેની રમતો, આજુબાજુના વાતાવરણનો સંપર્ક, સાથીઓ અને શિક્ષકો સાથે મિત્રાચારીભર્યું છતાં સન્માનપૂર્વકનું વર્તન રાખવું, જેવી બાબતો બાળક શાળામાંથી શીખે છે.
કમનસીબે, આપણે આ વૈકલ્પિક પદ્ધતિનો આશરો લેવો પડ્યો છે પરંતુ પાંચ વર્ષના સંતાનની એક માતા તરીકે હું શાળામાં અપાતા શિક્ષણની તરફેણ કરું છું. આશા રાખું છું કે આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન બાળકો ફરીથી શાળાએ જઇ શકશે".
પલક મહેતા( સિ.મેનેજર, સ્ટ્રેટેજિક સોર્સિંગ ઍન્ડ સપ્લાય મેનેજમેન્ટ એનીયલ ફાર્માસ્યૂટીકલ્સ)"